Movie: Vash: Level 2 (2025)
Genres: Horror, Mystery, Thriller
Director: Krishnadev Yagnik
Writer: Krishnadev Yagnik
Casts: Hitu Kanodia, Janki Bodiwala, Monal Gajjar, Chetan Daiya, Hiten Kumar, Prem Gadhavi.
Production Company: KS Entertainment, Ananta Business Corp, Patel Processing Studios, Big Box Series Production
Storyline
બાર વર્ષ પહેલા અથર્વ (હિતુ કનોડિયા) અને તેની ફેમીલી સાથે ઘટેલી ઘટના, હવે એક અલગ રૂપ લઇને આગળ વધે છે.
J N Higher Secondary Girls School, લંચ લીધા બાદ દરેક ગર્લ્સ કોઈ રહસ્યમઈ અસરમાં આવી જાય છે. આ સમયે એક અજાણ્યો વ્યક્તિ આવીને ગર્લ્સને એક મેસેજ આપે છે, અને દસ ગર્લ્સને અલગ ઓર્ડર આપે છે. તેના ઓર્ડર મુજબ દસ ગર્લ્સ બિલ્ડીંગની છત ઉપર ચડીને નીચે કુદવા માટે તૈયાર થાય છે.
પ્રિન્સીપલ (મોનલ ગજ્જર) અને સ્ટાફ ગર્લ્સને બચાવવાના અનેક નિષ્ફળ પ્રયત્નોના અંતે, આ ગર્લ્સ બિલ્ડીંગની છત ઉપરથી નીચે કુદી જાય છે.
આ ઘટનાથી પોલીસ અને મીડિયા તરત જ સક્રિય બની જાય છે. પોલીસ અધિકારી કેશવ (ચેતન દૈયા) પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કરે છે. પણ પરિસ્થિતિ સુધરવાના બદલે વધારે ખરાબ થાય છે, જયારે એક છોકરી કેશવને, પ્રતાપને શોધવાનો મેસેજ આપે છે, ત્યારબાદ 50 જેટલી ગર્લ્સ સ્કૂલમાંથી ભાગીને હિંસક બનીને શહેરમાં આતંક ફેલાવવાનું શરુ કરે છે.
અથર્વને આ ઘટનાની જાણ થતાં, 12 વર્ષો પહેલા પોતાની ફેમીલી સાથે ઘટેલી ઘટના યાદ આવી જાય છે, અને તે કેશવને મળીને આ રહસ્યમય શક્તિનો સામનો કરવા આગળ આવે છે.
Actors, acting, characters, characterization, character development
અથર્વ તરીકે હિતુ કનોડિયા, જે એકલા જ તેની દીકરીની સાર સંભાળ રાખે છે. પ્રતાપ અને તેના નાના ભાઈ, બંને કેરેક્ટર્સમાં હિતેન કુમાર છે, જે 12 વર્ષોથી તેના મોટા ભાઈની શોધમાં છે. આર્યા તરીકે જાનકી બોડીવાલા, પહેલા ભાગ કરતા અહી તેના કેરેક્ટરની સ્ક્રીન પ્રેઝેન્સ ઓછી છે. સ્કૂલ પ્રિન્સિપલ તરીકે મોનલ ગજ્જર, અને પોલીસ ઓફિસર તરીકે ચેતન દૈયા છે. તે સિવાય પ્રેમ ગઢવી, દિપેન રાવલ, કામિની પંચાલ, વગેરે પણ ફિલ્મમાં જોવા મળે છે.
આ સિવાય પણ કેરેક્ટર આર્ટીસ્ટ તરીકે ફિલ્મમાં કામ કરનાર અનેક ગર્લ્સની એક્ટિંગ પણ ખાસ વખાણવા લાયક છે, કેમ કે તેઓ કોઈ પ્રોફેશનલ આર્ટીસ્ટ નથી, છતાં તેઓયે જે પ્રકારે એક્ટિંગ કરી છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર ચોક્કસ છે.
Screenplay
ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમાર, આ બંને એક્ટર્સ સિવાય, અન્ય કોઈપણ એક્ટર્સનું ઈરાદા પૂર્વક character develop કરવામાં નથી આવ્યું. આમ છતાં પણ આશ્ચર્ય જનક રીતે, ફિલ્મ ઉપર તેની કોઈ જ અસર થઇ નથી. સ્ટોરી એટલી મજબુત, અને સ્ક્રીનપ્લે એટલો ફાસ્ટ છે.
અહી એક વિચાર મનમાં આવે છે, કે જયારે એક પ્રોફેશનલ ડિરેક્ટર કોઈપણ વધારાના સીન્સ વગર એક સતત વહેતી ગતિની ફિલ્મ બનાવે, તેનો એક મતલબ એ પણ છે, કે તેઓ એક રીતે ઓડીયન્સને મોબાઈલ ચેક કરવાનો વધારાનો સમય આપવા નથી માંગતા, જે એક પ્રયોગ પણ છે. પણ જો આવુંને આવું રહ્યું તો એક દિવસે ફિલ્મોમાંથી art કાયમ માટે નામશેષ થઇ જશે.
Cinematography
ફિલ્મના સિનેમેટોગ્રાફર પ્રશાંત ગોહેલ અને હરેશ ભાનુશાલી છે. સમગ્ર ફિલ્મની સિનેમેટોગ્રાફી વાર્તાના ભાવને અને માહોલને વધુ ઊંડો બનાવે છે.
મેસમાં ગર્લ્સ અચાનક શાંત થવાના સીનનો Zoom-in shot વાતાવરણને એકાએક રહસ્યમય બનાવી દે છે. આ શૉટ અચાનક આવતા જોખમ અને અનિશ્ચિતતાની લાગણીને અસરકારક રીતે દર્શાવે છે, જે પ્રેક્ષકોમાં એક હળવો તણાવ પણ ઊભો કરે છે.
ફૂટબોલના મેદાનના સીનમાં Fast camera movements દર્શકોને એક અસાધારણ અનુભવ આપે છે. ઉપરાંત છત ઉપરથી કુદતી છોકરી, જેમાં નીચેથી ઉપર તરફની તીવ્ર ઝડપી કેમેરા ગતિ, ફિલ્મના એક્શન વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગમાં એક નવો આયામ ઉમેરે છે. આ પ્રકારની કેમેરા મૂવમેન્ટ્સ ગુજરાતી સિનેમામાં હજુ સુધી જોવા નથી મળી.
ફિલ્મનો સૌથી શ્રેષ્ઠ શૉટ સ્કૂલના કોરિડોરથી શરૂ થઈને આખી બિલ્ડિંગને દર્શાવતો Establishing shot છે. આ શૉટ માત્ર લોકેશન જ નહીં, પરંતુ તે ફિલ્મના સેટિંગ અને તેના વાતાવરણને પ્રેક્ષકો સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે.
ફિલ્મ જોતા ખ્યાલ આવે છે, કે સિનેમેટોગ્રાફિક માત્ર ટેકનિકલ જ નહીં, પણ સ્ટોરીટેલીંગની કળાને પણ અસરકારક રીતે દર્શાવે છે, જે ઓડીયન્સ માટે એક વિશિષ્ટ સિનેમેટિક અનુભવ બનાવે છે.
Director, direction
2015-2025 આ દસ વર્ષનોના મોર્ડન ગુજરાતી ફિલ્મોના પીરીયડમાં, ડિરેક્ટર તરીકે કૃષ્ણદેવ યાજ્ઞીકનું યોગદાન સૌથી મહત્વનું રહ્યું છે.
વ્યક્તિગત રીતે તેઓ મીડિયાથી એક safe distance રાખીને, silently પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં વધુ માને છે. ફિલ્મ જોઇને લાગે છે, તેઓ ડિરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ એક અલગ જ ઝોનમાં પહોચી ગયા છે.
ફિલ્મ ડિરેક્શનના કેટલાક મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.
01. Story presentation and technical execution
જયારે એક મજબુત સ્ટોરીને, એક અસરકારક ડિરેક્શનનો સાથ મળે, તે બંનેને પરફેક્ટ સ્ટોરીટેલીંગ સાથેની સિનેમેટોગ્રાફી દ્વારા કેપ્ચર કરીને, દરેક સીન્સમાં દર્શકોને ભાવનાત્મક રીતે જોડી રાખતા બેકગ્રાઉન્ડ સ્કોરનો સાથ મળ્યા બાદ, ઝડપથી એક પછી એક શોકિંગ સિચ્યુએશન્સને, જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે, તે ખરેખર નોટીસ કરવા લાયક છે.
ફિલ્મની આ આખી રજૂઆત એટલી કુશળતાપૂર્વક કરવામાં આવી છે, કે તેને ‘માસ્ટરક્લાસ ઇન સ્ટોરીટેલિંગ‘ કળાનો એક ઉત્તમ નમુના તરીકે, આ ફિલ્મને ચોક્કસ ગણાવી શકાય છે.
02. Pacing theory technique
10 ગર્લ્સના બિલ્ડીંગથી કુદવાના ભયાનક સીન પછીનો એક શાંત સિક્વન્સ… એટલે કે એક hard scene પછી બીજો soft scene. સ્ટોરીમાં અહી, ટેમ્પો અને રિધમ જાળવવા માટે Pacing Theory ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે:
ફિલ્મમાં એક હેવી ઇન્ટેન્સ કે ડ્રામેટિક સીક્વન્સ પછી મોટાભાગે તરત જ એક સોફ્ટ કે કોન્ટ્રાસ્ટિંગ સીન રજૂ કરવામાં આવે છે. આ ટેકનિક હકીકતમાં હોલીવુડ ફિલ્મોમાં વધુ જોવા મળે છે, જે અહી apply કરવામાં આવી છે.
જયારે ઓડીયન્સને એક મુજબુત તીવ્ર સીનની અસરમાંથી, બહાર કાઢીને અન્ય સીનમાં તેમનું focus shift કરવું હોય, ત્યારે આ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. આ Breathing Space દર્શકોને અઘરા સીનની ભાવનાત્મક અસરને પચાવવાનો અને શાંત થવાનો સમય આપે છે.
આ ટેકનિકનો મુખ્ય હેતુ એ છે, કે દર્શકો જ્યારે નવા સીનમાં પ્રવેશે, ત્યારે તેમનું ધ્યાન સંપૂર્ણ રીતે નવા સીન પર ધ્યાન કેન્દ્ર્રિત થઈ શકે. ઉપરાંત આ બે સીન્સ (સિક્વન્સ)ની વચ્ચે લગભગ 5 મિનીટ્સ સુધી કોઈ જ dialogues નથી.
ડિરેક્શનનો વધુ એક ઉત્તમ નમુનો અહી ફરી જોવા મળે છે, ડિરેક્ટરે અહી ઓડીયન્સની ભાવનાઓ, લાગણીઓને કઈ રીતે up and down કરવી? તેની ખુબ અસરકારક રીત અહી દર્શાવી છે.
03. Film speed
ફિલ્મનો એક એવો પોઈન્ટ છે, જેને પ્લસ પોઈન્ટ તરીકે ગણવો કે નહી, તે ડિસ્કસનો વિષય બની શકે છે.
ફિલ્મના ઓપનીંગ સિક્વન્સમાં અલગ અલગ ગર્લ્સ અને તેમની ફેમીલી, અને ત્યારબાદ હિતુ કનોડિયા અને જાનકીના પહેલો સિક્વન્સ, અને છેલ્લે બસની અંદર હિતેન કુમાર અને હિતુ કનોડિયાના સિક્વન્સને બાદ કરતા, આખી ફિલ્મ એટલી ઝડપથી ભાગે છે, કે ઓડીયન્સને વધુ વિચારવાનો કે રિએક્ટ કરવાનો ચાન્સ કે સમય જ નથી મળતો.
આ ગતિ નિશ્ચિતપણે ફિલ્મના સસ્પેન્સ અને તીવ્રતાને જાળવી રાખે છે, જેથી આ પ્રયોગ આખરે તો સફળ જ રહ્યો છે.
04. Accident’s scenes
ફિલ્મમાં અકસ્માતોના જે સીન્સ બતાવ્યા છે, તે ખરેખર અદ્ભુત, પ્રશંસનીય છે. આવા સીન્સની ગુજરાતી ફિલ્મોમાં એક મોટી ખોટ છે.
ખાસ કરીને બસનો મીની માર્કેટને ટક્કર માંરતો સીન. જે ખુબ જોખમી હતો, કેમ કે તેની આસપાસ અમુક લોકો હાજર હતા.
અહી ડિરેક્ટરે આવા અઘરા, પડકારરૂપ અને જોખમી સીન્સ શૂટ કરવાની હિમ્મત બતાવી છે, જે એક ગુજરાતી ફિલ્મ માટે ખુબ જ જરૂરી છે. આવા સીન્સ જ એક સ્ટોરીને ફિલ્મમાં convert કરવાનું, અને ઓડીયન્સને cinematic experience આપવાનું એક અતિ મહત્વનું કામ કરે છે.
અકસ્માતોના આ સીન્સ એટલા વાસ્તવિક રીતે ડિરેક્ટ કરવામાં આવ્યા છે, જાણે નજર સમક્ષ કોઈ સાચી ઘટના ઘટી રહી હોય, તેવું તીવ્ર પણે લાગી આવે છે.
05. Crowd scenes
સ્કૂલ બિલ્ડીંગની બહાર લગભગ 800થી 900 લોકોના ક્રાઉડના સીન્સ, ખરેખર એક હાઈ લેવલ ડિરેક્શનનું ઉદાહરણ પૂરું પાડે છે. જેમાં જુનીયર આર્ટીસ્ટ્સનો ખુબ મહત્વનો સાથ મળ્યો, જેના કારણે આ અત્યંત અઘરું ટાસ્ક શક્ય બન્યું.
મોટાભાગે આવા સીન્સમાં ક્રાઉડમાંથી કોઈ કેમેરા સામે જોતું હોય, અથવા કોઈ હસતું પણ હોય, કોઈનો ચહેરો એકદમ બ્લેન્ક હોય, પણ અહી એવું કંઇ જ જોવા નથી મળતું.
ગુજરાતી ફિલ્મોમાં આટલી મોટી સંખ્યામાં ક્રાઉડના આવા અઘરા સીન્સ, આટલી પરફેક્ટલી શૂટ કરવા, તે પણ એક મોટા એચીવમેન્ટ સમાન છે.
કારણ કે તેમાં ખુબ મોટા budget, સાથે પુષ્કળ સમય, વારંવાર રી-ટેક અને અઘરી મહેનતની જરૂર પડતી હોય છે.
પણ અહી ડિરેક્ટરે તે બધું જ અવગણીને, આવા ચેલેન્જીંગ સીન્સને શૂટ કરવાની હિંમત કરી, સાથે સાથે જોખમ પણ લીધું છે, તેની નોંધ ચોક્કસ લેવી જોઈએ, કેમ કે તે રેર કેસમાં બને છે.
ઉપરના આ બંને સીન્સમાં, અહી ડિરેક્ટરની એ extra hard work, અને તેની સાથે કંઇક નવું, અલગ, યુનિક કરવાની તીવ્ર ભાવના ચોખ્ખી દેખાઈ આવે છે.
Background score
ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર એટલો પ્રભાવશાળી છે, કે તે ફિલ્મના દરેક સીન્સને live બનાવીને, તે વાર્તા સાથે ભાવનાત્મક રીતે જોડીને, ઓડીયન્સ ફિલ્મના દરેક સીન્સને feel કરી શકે છે. પછી તે દરેક લાગણી દુઃખની હોય કે તણાવની હોય, બેકગ્રાઉન્ડ સ્કોર તે દરેક લાગણીને ઊંડાણપૂર્વક રજૂ કરીને સીન્સને વધુ શક્તિશાળી બનાવે છે.
ફિલ્મના મુખ્ય ચાર પ્લસ પોઈન્ટ્સમાંથી background score એક એવો પોઈન્ટ છે, જે ફિલ્મમાં વધુ હાઈલાઈટ થઇને ઉભરી આવ્યો છે.
Fast pace and audience experience
ફિલ્મની ઝડપી ગતિ, એક ambiguous aspect છે. એક તરફ તે ઓડીયન્સને સતત જોડીને રાખે છે, જેથી તેમને વિચલિત થવાનો સમય મળતો નથી. ખાસ કરીને થ્રિલર જોનર માટે તે ખુબ ફાયદાકારક છે.
પણ, આ જ ઝડપ ક્યારેક ઓડીયન્સ માટે એક પડકાર પણ બની શકે છે. જ્યારે વાર્તા એટલી ઝડપથી આગળ વધે છે, કે કેરેક્ટર્સ સાથે connect થવાનો, અને emotional depth માટેનો પૂરતો સમય નથી મળી શકતો, આ પરિસ્થિતિમાં ઓડીયન્સને વાર્તાનો સંપૂર્ણ અનુભવ કરવાનો ચાન્સ ઓછો મળે છે, જેનાથી ઓડિયન્સને દરેક સીન્સના સાયકોલોજિકલ ઈમ્પેક્ટને પચાવવાનો સમય પણ મળતો નથી હોતો.
આમ, ઝડપી ગતિ, ફિલ્મના વિઝનને એચીવ ચોક્કસ કરે છે, પરંતુ ઓડીયન્સને વાર્તા સાથે ભાવનાત્મક રીતે વધુ ઊંડાણપૂર્વક જોડાવાની તક થોડી મર્યાદિત કરી દે છે.
ટૂંકમાં કહીએ તો આ ફિલ્મ 100માંથી પણ વધુ માર્ક્સ મેળવી શકે તેમ હતી, પણ ફિલ્મે 100માંથી 100 માર્ક્સ મેળવ્યા.
Suggestion points: As an audience
આ ફિલ્મમાં હજુ વધુ શું શું થઇ શકે તેમ હતું? એક ઓડીયન્સ તરીકે વિચારીએ, તો હકીકતમાં આ ફિલ્મની સ્ટોરી એવી છે, કે ફિલ્મમાં હજુ પણ ઘણું બધું બતાવવાનો ફૂલ સ્કોપ હતો. જેમાના બે પોઈન્ટ્સ અહી શેર કર્યા છે.
01. Lead victim character
ફિલ્મની શરૂઆતમાં અલગ અલગ ગર્લ્સ, અને તેને ફેમિલીને બતાવવામાં આવ્યા છે. આટલી ગર્લ્સમાંથી કોઈ એકને લીડ તરીકે દર્શાવી શકાય એમ હતી.
તેનું એક મજબુત કારણ એ છે, કે લીડ કેરેક્ટર સાથે ઓડીયન્સ મજબુતાઈથી જોડાઈને તેના ભાવોને વધુ સારી રીતે અનુભવી શકે છે. જયારે અજાણ્યા કેરેક્ટર્સની સાથે જે કંઈપણ થાય, તેની અસર ઓડીયન્સ ઉપર કોઈ ખાસ થઈ શકતી નથી.
પહેલા પાર્ટની જેમ, અહી એક ફેમીલીની બે સિસ્ટર્સને બતાવી શકાઈ હોત, જેમાંથી એક લીડ વિક્ટીમ તરીકે, અને બીજીને બિલ્ડીંગથી કુદતી તે દસ છોકરીઓમાંથી એક બતાવી શકાઈ હોત. આમ એક ફેમેલીની બે ગર્લ્સને વિખુટી પાડવાની ટ્રેજેડી ઉભી કરી શકાત. જે ઓડીયન્સને વધુ પસંદ આવ્યું હોત, અને આટલું બતાવવામાં ફક્ત 5 મિનીટ્સ જ વધુ લાગી શકત, ફિલ્મની લંબાઈ ઓછી હોવાથી જે શક્ય પણ હતું.
હોલીવુડ ફિલ્મોમાં ખાસ માર્ક કરજો, જયારે કોઈ ફિલ્મનો નવો પાર્ટ આવે, ત્યારે એક નવું કેરેક્ટર, અને તેનો એક નાનો ટ્રેક સ્ટોરીમાં ચોક્કસ ઉમેરાય છે.
ફિલ્મમાં અહી એક લીડ વિકટીમને જીવંત રાખીને, કદાચ ત્રીજા પાર્ટમાં તેને એક અલગ મહત્વ આપીને સ્ટોરીને વધુ આગળ વધારી શકાઈ હોત.
02. Lack of Conflict
હિતુ કનોડિયા અથવા ચેતન દૈયા, આ બંનેમાંથી કોઈ એકનો, હિતેન કુમાર સાથે થોડો રસપ્રદ સંઘર્ષ/ઘર્ષણ બતાવી શકાયો હોત… ફિલ્મમાં આવો ફેઝ ઓડીયન્સને વધુ પસંદ આવે છે.
Attack vs defense, અહી ફિલ્મના આ conflict elementsને હજુ વધુ interesting બનાવીને હાઈલાઈટ કરી શકાયો હોત. હોલીવુડ ફિલ્મો વર્ષોથી જેને ફોલો કરે છે, અને ગુજરાતી ફિલ્મોમાં જેની સંપૂર્ણ કમી છે, તે અહી દર્શાવી શકાઈ હોત. સ્કૂલની વિશાળ બિલ્ડીંગ, ઉપરાંત રાતનો સમય, મતલબ કે અહી તેની પૂરી શક્યતા હતી ખરી.
Uncleared points
એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં એક અજાણ્યો વ્યક્તિ કેવી રીતે આવ્યો? તેણે ફૂડમાં કેવી રીતે મિલાવટ કરી? અથર્વની પત્ની અને પુત્ર કેવી રીતે મૃત્યુ પામ્યા? પથ્થરથી મર્ડર કરતી છોકરી વશીકરણની અસરથી પુરેપુરી મુક્ત થઇ હતી કે નહી? જો મુક્ત થઇ હોય તો તે હજુ મર્ડર કેમ કરતી હતી? અને જો ના થઇ હોય તો તેણે બસમાં બેસવાનો ઓર્ડર કેમ માન્યો નહી?
આ પોઈન્ટ્સ એટલા ખાસ જરૂરી નથી, છતાં ફિલ્મ ધ્યાનથી જોયા બાદ, ઓડીયન્સ તરીકે આ સામાન્ય પ્રશ્નો મગજમાં આવી શકે છે, જેને ફિલ્મમાં કોઈપણ કારણોસર વધુ clear કરવામાં નથી આવ્યા.
Immersion and Psychological Impact
ફિલ્મ જોતી વખતે, અને ખાસ કરીને તેમાં બનતી અલગ અલગ ઘટનાઓ દરમ્યાન, એક ઓડીયન્સ તરીકે સતત એક ઇન્ટેન્સ શોકિંગ ફિલિંગ્સનો અનુભવ થયા કરે છે. જેને સિનેમેટિક લેન્ગવેજમાં Audience Immersion કહેવાય છે, જે ફિલ્મના સાયકોલોજિકલ ઈમ્પેક્ટની ઊંડાઈ દર્શાવે છે.
જે સાબિત કરે છે, કે ફિલ્મ કઈ હદ સુધી ઓડીયન્સના દિલ, દિમાગ ઉપર હાવી થવામાં સફળ રહી છે.
Audience reactions
ફિલ્મ જોતી વખતે, ઓડીયન્સ પુરેપુરી ફિલ્મની ઈફેક્ટમાં આવી જાય છે, અને આખો સિનેમા હોલ શાંત થઇને એકચિત્તે ફિલ્મ જોવામાં ડૂબી જાય છે.
જે ગુજરાતી ફિલ્મો માટે એક મોટી સરપ્રાઈઝ પણ કહી શકાય. ખાસ કરીને યંગ ઓડીયન્સ, જેઓ દર દસ મીનીટે પોતાનું સોશિયલ એકાઉન્ટ ચેક કરતા હોય, તેમની પાસેથી આ પ્રકારના રિએક્શન્સ મેળવવા ખુબ મુશ્કેલ અને અશક્ય છે.
ફિલ્મનુ સાચું નામ
છેલ્લે એક નાનો ટોપિક, Vash Level 2 અથવા Vash: Level 2… લખવામાં ભલે બધા આ નાની ભૂલ કરે, પણ IMDBમાં પણ આ ભૂલ જોઈ શકાય છે.
Conclusion
આ ફિલ્મ ગુજરાતી હોરર-થ્રિલર્સ જોનર માટે એક માઈલસ્ટોન છે. જો ગુજરાતીમાં સારા વિષય અને મજબુત વાર્તા સાથેની ફિલ્મોનો અભાવ અનુભવાતો હોય, તો આ ફિલ્મ ખાસ જુવો, ઓડીયન્સ તરીકે તમારી ફરિયાદ આ ફિલ્મમાં દુર થઇ જશે.
ફિલ્મ હિસ્ટ્રીમાં એવા ખુબ જ ઓછા સિકવલ પાર્ટ બન્યા છે, જે પહેલા પાર્ટ જેટલા જ, અથવા તેનાથી પણ વધુ બેટર પ્રૂવ થયા હોય. આ ભાગ પણ એવો જ છે, ફિલ્મ જોતી વખતે તમે તેમાં મેન્ટલી ખોવાઈ જશો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.
