Latest Posts:

About the GujaratiFilmReview.com

Introduction

GujaratiFilmReview.com વેબસાઈટ, એ ગુજરાતી ફિલ્મો આધારિત વેબસાઈટ છે, જેમાં ગુજરાતી ફિલ્મોના Details review અને તેની સાથે Technical analysis કરવામાં આવે છે.

Our Vision – What we think?

હોલીવુડ અને બોલીવુડ ફિલ્મો વિષે જયારે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવામાં આવે, ત્યારે IMDB અને Wikipedia જેવા અનેક પ્લેટફોર્મ ઉપર તેની દરેક પ્રકારની નાનામાં નાની માહિતી પણ ઉપલબ્ધ હોય છે. તેમજ હોલીવુડ ફિલ્મોની theme, screenplay, editing વગેરે જેવા એકદમ દુર્લભ વિષયો ઉપર પણ અલગથી વિસ્તૃત બ્લોગ્સ અને આર્ટીકલ્સ લખાય છે.

પણ જયારે ગુજરાતી ફિલ્મોને સર્ચ કરવામાં આવે, ત્યારે IMDB અને Wikipedia ઉપર તેના વિષે ખુબ જ ઓછી માહિતી જોવા મળે છે. કારણ કે ગુજરાતી ફિલ્મોની basic information વિષે પણ કંઇ ખાસ લખાતું નથી.

આ સિવાય ગુજરાતી ફિલ્મોના મોટાભાગના રીવ્યુ ફક્ત દર્શકોને ધ્યાનમાં રાખીને ટૂંકમાં લખવામાં આવે છે, જેમાં ફિલ્મનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ નથી થતું.

તેમજ આ રીવ્યુમાં મોટાભાગે એક્ટર્સ, ડિરેક્ટર્સ વિષે જ સૌથી વધુ લખાય છે, જયારે કેમેરાની પાછળ કામ કરતા રાઈટર, સિનેમેટોગ્રાફર, એડિટર જેવા અનેક મહત્વના ટેકનિશિયન્સ, તેમનું કામ અને તેમની મહેનત વિષે ફક્ત એક બે લાઈન સિવાય, ડિટેઈલ્સમાં લખવામાં નથી આવતું.

Our Mission – What we do?

ગુજરાતી ફિલ્મોની આ વિશેષ માહિતીના આ અભાવને દૂર કરવા માટે, એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ, જ્યાં ફિલ્મ રીવ્યુની સાથે, ફિલ્મના દરેક ટેકનીકલ અને ક્રિએટીવ પાસાઓની વિગતવાર અને મહત્તમ માહિતી પણ મળી શકે.

GujaratiFilmReview.com વેબસાઇટમાં ફિલ્મના દરેક વિભાગો, જેમ કે સ્ક્રીનપ્લે, એક્ટિંગ, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, ડિરેક્શન ઉપરાંત અન્ય ટેકનિકલ તેમજ ક્રિએટિવ મુદ્દાઓ, જેમાં ફિલ્મના પ્લસ પોઇન્ટ્સ, માઇનસ પોઇન્ટ્સ, ગૂફ્સ અને ટ્રિવિયા વગેરેનો સમાવેશ કરીને, તેનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરીને, તેના વિષે વધુમાં વધુ લખવાનો પ્રયત્ન કરીએ છીએ.

અમારો પ્રયાસ, ગુજરાતી ફિલ્મોની એ વિશેષ માહિતી પૂરી પાડવાનો છે, જે સામાન્ય રીતે મીડિયામાં ક્યાંય લખાતી નથી, ચર્ચાતી નથી અને તેની નોંધ પણ લેવાતી નથી.

આ વેબસાઇટ, ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકો, રીવ્યુઅર્સ, ક્રિટીક્સ, ફિલ્મમેકર્સ, ફિલ્મ સ્ટુડન્ટ્સ અને ફિલ્મ લવર્સ, વગેરે દરેકના પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.